ફેબ્રુવારી 4, 2025 2:08 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપશે

સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો લોકસભામાં જવાબ આપશે. ગઈકાલે લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ હતી. શ્રી મોદી સાંજે 5 વાગ્યે ગૃહમાં જવાબ આપે તેવી અપેક્ષા છે.
સોશિયલ મીડિયાના સંદેશમાં, શ્રી રિજિજુએ વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પણ પ્રહારો કરતાં કહ્યું કે તેઓ અનુસૂચિત જાતિ-SC, અનુસૂચિત જનજાતિ-ST અને અન્ય પછાત વર્ગ-OBC વિશે વાત કરતા રહે છે પરંતુ OBC સમુદાયના સૌથી મોટા ચહેરાને ઓળખવામાં નિષ્ફળ જાય છે, જે પ્રધાનમંત્રી મોદીનો ચહેરો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.