ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 30, 2025 9:32 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા નિર્ણયોને મહત્વપૂર્ણ ખનિજોમાં આત્મનિર્ભરતા તરફનું એક મોટું પગલું ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા નિર્ણયોને મહત્વપૂર્ણ ખનિજોમાં આત્મનિર્ભરતા તરફનું એક મોટું પગલું ગણાવ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનિજ મિશન અંગે કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય ભારતના હાઇ-ટેક, સ્વચ્છ ઉર્જા, સંરક્ષણ અને અન્ય મુખ્ય ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે.
તેમણે ઉમેર્યું કે, સુધારેલા ઇથેનોલ પ્રાપ્તિ ભાવ સંબંધિત નિર્ણય ઇથેનોલ ઉત્પાદન અને મિશ્રણ લક્ષ્યોને વધારવામાં મદદ કરશે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે તે ક્રૂડ આયાત ઘટાડવામાં, ખેડૂતોને સશક્ત બનાવવા અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.