પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ હેઠળ દેશભરમાં એક સાથે ચૂંટણી યોજવા પર ભાર મૂકીને યુવાનોને આ મુદ્દે વિશદ ચર્ચા કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, અલગ અલગ સમયે ચૂંટણીઓ યોજવાથી કાર્યોની ગતિ અને ઝડપમાંઅવરોધ આવે છે. આજે નવી દિલ્હીમાં કરિયપ્પા મેદાન ખાતે નેશનલ કેડેટ કોર્પ્સ- NCC ની વાર્ષિક રેલીને સંબોધતા શ્રી મોદીએ રાષ્ટ્રનાં નિર્માણમાં યુવાનોની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યુંકે, એનસીસી કેડેટ્સની સંખ્યા 2014માં 14 લાખ હતી, જે વધીને 20 લાખ થઈ છે.પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, છેલ્લાં 10 વર્ષમાં યુવાનોએદોઢ લાખથી વધુ સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે અને તેઓ વિશ્વની ટોચની કંપનીઓની આગેવાની લઈરહ્યા છે.
Site Admin | જાન્યુઆરી 27, 2025 7:35 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ હેઠળ દેશભરમાં એક સાથે ચૂંટણી યોજવા પર ભાર મૂકીને યુવાનોને આ મુદ્દે વિશદ ચર્ચા કરવા અનુરોધ કર્યો
