પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય છાત્રસેના- NCCની વાર્ષિક રેલીને સંબોધિત કરશે. રાજધાનીના કરિયપ્પા કવાયત મેદાનમાં યોજાનારી આ રેલીની આવર્ષની વિષયવસ્તુ ‘યુવાશક્તિ, વિકસિતભારત’ છે. આયોજન દરમિયાન NCCના 800 છાત્રસૈનિકોસાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરશે, જેમાં રાષ્ટ્રનિર્માણ પ્રત્યે NCCની પ્રતિબદ્ધતાદર્શાવવામાં આવશે. આ રેલીમાં
18 મિત્ર દેશના 144 યુવા છાત્રસૈનિકોની પણ ભાગીદારી રહેશે. ઉપરાંત “મેરાભારત યુવા ભારત” તથા શિક્ષણ મંત્રાલય અને જનજાતિ કાર્યમંત્રાલય સાથે સંકળાયેલા 650થી વધુ સ્વયંસેવક પણ આ રેલીમાં વિશેષ મહેમાનો તરીકેજોડાશે.
Site Admin | જાન્યુઆરી 27, 2025 2:04 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય છાત્રસેના- NCCની વાર્ષિક રેલીને સંબોધિત કરશે
