પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનના 10 વર્ષ પૂર્ણ થવાના અવસર પર કહ્યું કે, આ અભિયાનમાં સમાજના દરેક વર્ગોની ભાગીદારી રહી છે. શ્રી મોદીએ કહ્યું કે, આ અભિયાન થી સ્ત્રી પુરુષ વચ્ચેનો ભેદ દૂર થયો છે, તેમજ દીકરીઓના શિક્ષણ અને ભવિષ્ય માટે અનુકૂળ વાતાવરણ તૈયાર થયું છે.પ્રધાનમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ અભિયાનથી એ જિલ્લામાં પણ છોકરા અને છોકરી
વચ્ચેના ભેદભાવમાં સુધાર આવ્યો છે કે જ્યાં પરંપરા અનુસાર ખૂબ ભેદ રહેતો હતો.આ અભિયાન થકી સ્ત્રી પુરુષ સમાનતા તરફ લોકોનું ધ્યાન આકર્ષિત થયું છે.શ્રી મોદીએ લોકોને દીકરીઓના અધિકારોનું રક્ષણ કરવા અને તેમના શિક્ષણની ખાતરી કરવા અપીલ કરી જેથી દીકરીઓ કોઈપણ ભેદભાવ વિના પ્રગતિ કરી શકે.
Site Admin | જાન્યુઆરી 22, 2025 1:53 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનની દસમી વર્ષગાંઠે જણાવ્યું આ અભિયાનમાં સમાજના દરેક વર્ગોની ભાગીદારી રહી છે.
