ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મણિપુર, મેઘાલય અને ત્રિપુરા રાજયના સ્થાપના દિવસ પ્રસંગે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મણિપુર, મેઘાલય અને ત્રિપુરા રાજયના સ્થાપના દિવસ પ્રસંગે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. એક સંદેશામાં મોદીએ જણાવ્યું છે કે, દેશનાં વિકાસમાં મણિપુરનાં લોકોએ ભજવેલી ભૂમિકા બદલ સમગ્ર દેશને ગર્વ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, કુદરતી સૌંદર્ય અને લોકોનાં ઉદ્યમશીલ સ્વભાવ માટે મેઘાલય જાણીતું છે. ત્રિપુરા અંગે મોદીએ જણાવ્યું કે, રાષ્ટ્રની પ્રગતિમાં ત્રિપુરા નોંધપાત્ર પ્રદાન આપી રહ્યું છે. ત્રિપુરા તેની ભવ્ય સંસ્કૃતિ અને વારસા માટે જાણીતું છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ત્રણેય રાજ્યોને સ્થાપના દિવસ પ્રસંગે શુભેચ્છા પાઠવી છે.