જાન્યુઆરી 6, 2025 4:42 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી વિવિધ રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી વિવિધ રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યુ. જમ્મુ ક્ષેત્રમાં રેલવે સંપર્કને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રીએ નવા રેલવે મંડળનું પણ ઉદ્ઘાટન કર્યું. શ્રી મોદીએ ઈસ્ટ કૉસ્ટ રેલવેના રાયગઢ રેલવે મંડળ ભવનનો પણ શિલાન્યાસ કર્યો હતો.
ઉપરાંત શ્રી મોદીએ હૈદરાબાદ નજીક ચાર્લાપલ્લી નવા ટર્મિનલ મથકનું લોકાર્પણ કર્યું. તેલંગાણાના મેડચલ-મલકાજગિરિ જિલ્લામાં આ ટર્મિનલ મથકને 400 કરોડ રૂપિયાથી વધુના ખર્ચ સાથે નવા કૉચિંગ ટર્મિનલ તરીકે તૈયાર કરાયું છે. આ ટર્મિનલ મથકના કારણે સિકંદરાબાદ, હૈદરાબાદ અને કાચેગુડા સહિતના શહેરોમાં હાલના મથક પર ભીડ ઓછી થવાની આશા છે