પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી.

રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ખેલ મહાકુંભના ત્રીજા તબક્કાના પ્રારંભમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ત્યારથી રાજ્યમાં ખૂણે ખૂણે રમત ગમત ક્ષેત્રે નવી ક્રાંતિ આવી છે. ખેલ મહાકુંભે રાજ્યના ખૂણે ખુણાના બાળકો-યુવાનોને રમત સાથે જોડવાનું કામ કર્યું છે. ડાંગના આદિવાસી વિસ્તારોથી લઈને કચ્છના સરહદી ગામડામાં વસતા બાળકો-યુવાનોને ખેલ મહાકુંભ થકી મોટો મંચ મળ્યો છે. ગુજરાતને અનેક નેશનલ–ઈન્ટરનેશનલ ખેલાડીઓ પણ મળ્યા છે.
શ્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રમત ગમત ક્ષેત્રે બદલાવ માટે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ઈન સ્કૂલ યોજનામાં ૨૩૦ શાળાઓમાં ૧ લાખ ૨૧ હજાર ૫૨૦ બાળકોને સરકારી ખર્ચે સ્પોર્ટસની તાલીમ અપાઈ રહી છે. હાલમાં ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ થકી રાજ્યમાં ૫૫૦૦ ખેલાડીઓને તાલીમ અપાઈ રહી છે. એક ખેલાડી પાછળ સરકાર ૧ લાખ ૬૮ રૂપિયાનો ખર્ચ કરે છે. ૬૨૯ એથ્લેટીસને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ અપાઈ રહી છે અને એક એથ્લિટ પાછળ સરકાર ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.