જાન્યુઆરી 2, 2025 2:55 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી ડૉ. કે. એસ. મણિલાલના અવસાન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી ડૉ. કે. એસ. મણિલાલના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. ડૉ. મણિલાલનું 86 વર્ષની વયે કેરળના ત્રિસુરમાં લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. સોશિયલ મીડિયાના માધ્યમથી , શ્રી મોદીએ જણાવ્યું કે વનસ્પતિ વિજ્ઞાનમાં તેમનું કાર્ય આગામી પેઢીના વનસ્પતિશાસ્ત્રીઓ અને સંશોધકો માટે માર્ગદર્શક બની રહેશે.