પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા દોઢ વર્ષમાં દેશના લગભગ 10 લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપવામાં આવી છે. આજે તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 71 હજારથી વધુ નવનિયુક્તકર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ નોકરીઓસંપૂર્ણ પારદર્શિતા સાથે પૂરી પાડવામાં આવી રહી છે અને નવા નિયુક્ત કર્મચારીઓ સમર્પણઅને નિષ્ઠા સાથે દેશની સેવા કરી રહ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષથી દેશનાવિવિધ મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓમાં સરકારી નોકરીઓ આપવાનું અભિયાન ચલાવવામાંઆવી રહ્યું છે.પ્રધાનમંત્રીએ કહ્યું કે રોજગાર મેળાઓ યુવાનોને સશક્ત બનાવીરહ્યા છે અને તેમની શક્યતાઓ માટે દરવાજા ખોલી રહ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે દેશનાયુવાનોની ક્ષમતા અને પ્રતિભાનો સંપૂર્ણ ઉપયોગ કરવો એ સરકારની પ્રાથમિકતા છે. આ અવસરે કર્મચારી અને તાલીમ વિભાગના રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે કહ્યું કે, 71 હજારમાંથી લગભગ 50 હજારની અર્ધલશ્કરી દળોમાં નિમણૂંક કરવામાંઆવી છે. તેમણે કહ્યું કે કુલ નિમણૂકોમાંથી લગભગ 21 હજાર નિમણૂક પત્રો અન્ય પછાત વર્ગનાલોકોને વહેંચવામાં આવ્યા છે.દેશમાં 45 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.નવનિયુક્ત કર્મચારીઓ વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે.
Site Admin | ડિસેમ્બર 23, 2024 7:12 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા દોઢ વર્ષમાં દેશના લગભગ 10 લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપવામાં આવી છે