પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયોકાર્યક્રમની આ 117મી કડી હશે.લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર આ કાર્યક્રમ માટે પોતાનાવિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા MyGov ઓપન ફોરમ દ્વારા પણ લોકો પોતાનાંવિચારો રજૂ કરશે. 27 ડિસેમ્બર સુધી સૂચનો સ્વીકારવામાં આવશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનનાં સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઈટ અને newsonair મોબાઇલ એપ પર કરવામાં આવશે. આ ઉપરાંત AIR ન્યૂઝ,ડીડી ન્યૂઝ, PMO અને માહિતી પ્રસારણ મંત્રાલયનીયુ ટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી પર હિન્દી ભાષામાંપ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 23, 2024 6:53 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે
