પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ભારત અને કુવૈત ઇતિહાસ, સંસ્કૃતિ અને પરસ્પર આદર સાથેના બહુપક્ષીય સંબંધો ધરાવે છે. કુવૈત ન્યૂઝ એજન્સી KUNAને આપેલા ઇન્ટરવ્યુમાં, શ્રી મોદીએ કહ્યું, મજબૂત સંબંધો ઊર્જા, વેપાર અને રોકાણમાં વધુ વિસ્તરી રહ્યાં છે.. તેમણેકહ્યું કે, વેપાર અને વાણિજ્યદ્વિપક્ષીય સંબંધોના મહત્વપૂર્ણ આધારસ્તંભ છે અને દ્વિપક્ષીય વેપારમાં વધારો થયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ઊર્જા ભાગીદારી દ્વિપક્ષીયવેપારમાં અનન્ય મૂલ્ય ઉમેરે છે. તેમણે કહ્યું કે, ફાર્માસ્યુટિકલ, હેલ્થ, ટેક્નોલોજી, ડિજિટલ, ઇનોવેશન અને ટેક્સટાઇલ જેવાક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વિસ્તારવાની નોંધપાત્ર સંભાવના છે. શ્રી મોદીએકહ્યું, વાઇબ્રન્ટ ભારતીયડાયસ્પોરા મિત્રતાને વધુ મજબૂત કરી રહ્યા છે. ભારતની સોફ્ટ પાવર નોંધપાત્ર રીત વધીરહી હોવાનો પણ પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.
Site Admin | ડિસેમ્બર 23, 2024 6:49 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ભારત અને કુવૈત ઇતિહાસ, સંસ્કૃતિ અને પરસ્પર આદર સાથેના બહુપક્ષીય સંબંધો ધરાવે છે
