પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કચ્છ જિલ્લાના ધોરડોમાં આયોજિત રણ ઉત્સવની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ઉત્સવ કચ્છની પરંપરા,સંસ્કૃતિ અને વારસાનું પ્રતીક છે જે દરેકને આકર્ષે છે.
તેમણે કહ્યું કે આ ઉત્સવ તેના અદભૂત હસ્તકલા બજાર, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખાદ્ય પરંપરાઓ દ્વારા મુલાકાતીઓને જીવનભરનો અવિસ્મરણીય અનુભવ પૂરો પાડે છે. પ્રધાનમંત્રીએ લોકોને તેમના
જીવનમાં ઓછામાં ઓછા એક વખત રણ ઉત્સવમાં તેમના પરિવાર સાથે ભાગ લેવાની અપીલ કરી છે.