ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 21, 2024 7:37 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી કુવૈતની બે દિવસીય મુલાકાત માટે રવાના થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતની બે દિવસની સત્તાવાર મુલાકાતે આજે કુવૈત પહોંચ્યા છે.કુવૈતના નાયબ પ્રધાનમંત્રી શેખ ફહાદ યુસુફ સૌદ અલ સબાહ અને અન્ય મંત્રીઓએ પ્રધાનમંત્રીનું વિમાનમથકે સ્વાગત કર્યું હતું. કુવૈતના આમિર શૈખ મેશાલ અલ અહમદ અલ ઝબેર અલ સબાહના આમંત્રણથી કુવૈતની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા 43 વર્ષમાં કુવૈતની મુલાકાતે જનાર પહેલા ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે.
શ્રી મોદી રામાયણ અને મહાભારતનો અરેબિક ભાષામાં અનુવાદ કરનાર અબ્દુલ લતિફ અલ નેસફને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શ્રી મોદીએ અરેબિક દેશો સાથે સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનાવનાર અબ્દુલ લતિફ અલ નેસફનો મન કી બાત કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો હતો.પ્રઘાનમંત્રી કુવૈતના આમિર અને ક્રાઉન પ્રિન્સ સાથે ઉચ્ચસ્તરીય મંત્રણા કરશે તેમજ ત્યાં વસતા ભારતીયો સાથે સંવાદ કરશે.