પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કુવૈતની બે દિવસની મુલાકાતે જશે. પ્રધાનમંત્રીની આ મુલાકાત કુવૈતના અમીર શેખ મેશાલ અલ જબર અલ સબાહના નિમંત્રણ પર થઈ રહી છે. આ દરમિયાન તેઓ કુવૈતના નેતાઓ સાથે ચર્ચા કરશે. શ્રી મોદી આજે એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લોકો સાથે વાર્તાલાપ કરશે અને લેબર કેમ્પની પણ મુલાકાત લેશે. શ્રી મોદી 26માં અરેબિયન ગલ્ફ કપના ઉદઘાટન સમારોહમાં કુવૈતના અમીરના વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે.
આવતીકાલે બયાન પેલેસ ખાતે પ્રધાનમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ત્યારબાદ તેઓ કુવૈતના અમીર અને ક્રાઉન પ્રિન્સ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. છેલ્લા 43 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની કુવૈતની આ પ્રથમ મુલાકાત હશે. કુવૈત હાલમાં અખાતી સહકાર કાઉન્સિલનું અધ્યક્ષ છે અને પ્રધાનમંત્રીની આ મુલાકાત માત્ર બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને જ મજબૂત બનાવશે નહીં પરંતુ વિસ્તૃત ગલ્ફ ક્ષેત્ર સાથે ભારતના સંબંધોને પણ વધારશે.
Site Admin | ડિસેમ્બર 21, 2024 9:16 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી કુવૈતની બે દિવસની મુલાકાતે
