પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જયપુરમાં 46 હજાર 300 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ઊર્જા, માર્ગ, રેલ્વે અને પાણી સંબંધિત 24 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએઆજે રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારના એક વર્ષની સમાપ્તિ નિમિત્તે આયોજિતકાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે 11,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 9 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું, જેમાં કેન્દ્ર સરકારના 7 પ્રોજેક્ટ અને રાજ્ય સરકારના 2 પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તેમણે 35,300 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 15 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો.
શ્રી મોદીએ જણાવ્યું કે જળ સંચય એ સમયની જરૂરિયાત છે અનેદેશના દરેક નાગરિકે તેમાં યોગદાન આપવું જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે પાણીના દરેકટીપાનો ઉપયોગ પૃથ્વી માતાની તરસ છીપાવવા માટે થવો જોઈએ. તેમણે કહ્યું કે ઘણારાજ્યોમાં જનભાગીદારી સાથે મોટી સંખ્યામાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ માળખાંબનાવવામાં આવી રહ્યા છે.આ પ્રસંગે રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડે, રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, મધ્યપ્રદેશના મુખ્યમત્રી મોહનલાલ યાદવ અને કેન્દ્રીયજળશક્તિ મંત્રી સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 17, 2024 7:49 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જયપુરમાં 46 હજાર 300 કરોડ રૂપિયાથી વધુની કિંમતની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યૉ
