ડિસેમ્બર 17, 2024 5:29 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનને 46,300 કરોડની વિવિધ વિકાસ પરિયોજનાઓની ભેટ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જયપુરમાં 46 હજાર 300 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ઊર્જા, માર્ગ, રેલ્વે અને પાણી સંબંધિત 24 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએ આજે રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારના એક વર્ષની સમાપ્તિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે 11,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 9 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું, જેમાં કેન્દ્ર સરકારના 7 પ્રોજેક્ટ અને રાજ્ય સરકારના 2 પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તેમણે 35,300 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 15 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો.
શ્રી મોદીએ જણાવ્યું કે જળ સંચય એ સમયની જરૂરિયાત છે અને દેશના દરેક નાગરિકે તેમાં યોગદાન આપવું જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે પાણીના દરેક ટીપાનો ઉપયોગ પૃથ્વીમાતાની તરસ છીપાવવા માટે થવો જોઈએ. તેમણે કહ્યું કે ઘણા રાજ્યોમાં જનભાગીદારી સાથે મોટી સંખ્યામાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ માળખાં બનાવવામાં આવી રહ્યા છે.આ પ્રસંગે રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડે, રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, મધ્યપ્રદેશના મુખ્યમત્રી મોહનલાલ યાદવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.