પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાનની મુલાકાત લેશે. શ્રી મોદી રાજસ્થાન સરકારની એક વર્ષની સમાપ્તિ પ્રસંગેઆયોજિત ‘એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ’ કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી જયપુર ખાતે 46 હજાર 300 કરોડ રૂપિયાથી વધુની ઉર્જા, માર્ગ, રેલ્વે અને પાણી સંબંધિત 24 યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસકરશે.શ્રી મોદી 11,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતના નવ પ્રોજેક્ટનુંઉદ્ઘાટન કરશે જેમાં કેન્દ્ર સરકારના સાત પ્રોજેક્ટ અને રાજ્ય સરકારના બે પ્રોજેક્ટનોસમાવેશ થાય છે. તેઓ 35 હજાર 300 કરોડ રૂપિયાથી વધુના 15 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે જેમાં 9 કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ અને 6 રાજ્ય સરકારના પ્રોજેક્ટનો સમાવેશથાય છે.
Site Admin | ડિસેમ્બર 16, 2024 7:41 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાનની મુલાકાત લેશે
