ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 16, 2024 2:20 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત પ્રવાસે આવેલા શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરાકુમારા દિસાનાયકે સાથે નવી દિલ્હીમાં દ્વિપક્ષી સંવાદ કર્યો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત પ્રવાસે આવેલા શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરાકુમારા દિસાનાયકે સાથે નવી દિલ્હીમાં દ્વિપક્ષી સંવાદ કર્યો હતો. બંને નેતાઓએ બંને દેશના સહયોગમાં થયેલા વિકાસની સમીક્ષા કરી હતી. ઉપરાંત દ્વિપક્ષી સહયોગ વધારવા પણ ચર્ચા કરવામાં આવી. આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં શ્રી દિસાનાયકેનું ઔપચારિક સ્વાગત કરાયું હતું.
શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ ત્રણ દિવસના ભારત પ્રવાસ માટે ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેઓ આજે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરશે. શ્રી દિસાનાયકે બિહારના બોધગયા પણ જશે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપ્રમુખ પદ સંભાળ્યા બાદ શ્રી દિસાનાયકેનો આ પહેલો ભારત પ્રવાસ છે. તેમણે ભારત અને શ્રીલંકા વચ્ચે રોકાણ અને વેપારી સંબંધોને વધારવા માટે દિલ્હીમાં એક ઔદ્યોગિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.