ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 16, 2024 2:19 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય દિવસના અવસર પર કહ્યું કે આ દિવસે વર્ષ 1971માં ભારતની ઐતિહાસિક જીતમાં યોગદાન આપનારા બહાદુર સૈનિકોની હિંમત અને બલિદાનનું દેશ સન્માન કરે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય દિવસના અવસર પર કહ્યું કે આ દિવસે વર્ષ 1971માં ભારતની ઐતિહાસિક જીતમાં યોગદાન આપનારા બહાદુર સૈનિકોની હિંમત અને બલિદાનનું દેશ સન્માન કરે છે.
એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રીમોદીએ કહ્યું કે સૈનિકોના નિઃસ્વાર્થ સમર્પણ અને અતૂટ સંકલ્પે દેશનું રક્ષણ કર્યું અને ગૌરવ અપાવ્યું. સૈનિકોનું બલિદાન આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે વિજય દિવસના અવસર પર ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનને નમન કર્યું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે દેશ તેમના બલિદાન અને સેવાને ક્યારેય નહીં ભૂલે. તેમણે કહ્યું કે દળોની અતૂટ હિંમત અને દેશભક્તિએ દેશ સલામત રહે તે સુનિશ્ચિત કર્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.