ડિસેમ્બર 15, 2024 2:38 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ અને કાર્યો દેશની એકતા અને અખંડિતતા અને વિકસિત ભારતના સંકલ્પને પ્રાપ્ત કરવામાં દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત રહેશે.
ગૃહમંત્રી અમિત શાહે એક સોશિયલ મીડિયા સંદેશમાં આધુનિક ભારતના નિર્માણ કરવાનો શ્રેય સરદાર પટેલને આપ્યો. ભારતના લોખંડી પુરુષને યાદ કરતાં ગૃહમંત્રીએ તેમને દેશની એકતાના પ્રતીક ગણાવ્યા. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા પ્રત્યેના તેમના સમર્પણે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ માટે મજબૂત પાયો નાખ્યો હતો.