ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 13, 2024 7:47 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજના મહાકુંભ મેળાનુ ઉદઘાટન અને પાંચ હજાર પાંચસો કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે મહાકુંભ 2025 એ એકતા અને સમાનતાનો એક એવો મહાયજ્ઞ હશે. આ મહાકુંભની સમગ્ર વિશ્વમાં ચર્ચા થશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. પ્રયાગરાજના સંગમ વિસ્તારમાં મહાકુંભ-2025નું ઔપચારિક ઉદ્ઘાટન પ્રધાનમંત્રીએ જાહેર સભાને સંબોધતા આ પ્રમાણે જણાવ્યું હતું.
મહાકુંભ મેળો આવતા વર્ષે 13મી જાન્યુઆરીથી શરૂ થશે અને 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લગભગ 5500 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું,
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે મુખ્ય મંદિર કોરિડોરનું પણ ઉદ્ઘાટન કર્યું જેમાં ભારદ્વાજ આશ્રમ કોરિડોર, શ્રિંગવરપુર ધામ કોરિડોર, અક્ષયવત કોરિડોર, હનુમાન મંદિર કોરિડોર સહિત અન્યનો સમાવેશ થાય છે.