ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 13, 2024 2:12 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં સંગમ સ્થળ પર પૂજા અર્ચન કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતિના પવિત્ર સંગમ સ્થળ પર પૂજા-અર્ચના કરી હતી. આવતા વર્ષે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભ પૂર્વે પ્રધાનમંત્રી આજે સાત હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે..
શ્રી મોદીએ ઐતિહાસિક અક્ષય વટવૃક્ષની પૂજા કર્યા બાદ હનુમાન મંદિર અને સરસ્વતી કૂપના દર્શન કર્યા હતાં. શ્રી મોદી મહાકુંભ પ્રદર્શન સ્થળની પણ મુલાકાત લેશે અને કુંભ મેળાની તૈયારીઓની સમીક્ષા કરશે. તેઓ મહાકુંભના મુલાકાતીઓને મદદ માટે રચાયેલા ચેટબોટનું પણ ઉદ્ઘાટન કરશે. આ ચેટબોટથી કુંભ મેળાનું સંગઠન વધુ સંગઠિત અને સુલભ બનશે અને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે પ્રયાગરાજની ઓળખ વધુ મજબૂત થશે.
પ્રધાનમંત્રી પ્રયાગરાજમાં 10 નવા રોડ, ઓવર બ્રિજ, ફ્લાયઓવર, કાયમી ઘાટ અને નદી કિનારાના રસ્તાઓનું ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી ગંગા નદીમાં દૂષિત પાણીના પ્રવાહને રોકવા માટેની યોજનાનો પણ આરંભ કરાવશે.