પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા સંશોધકોની પ્રશંસા કરતાં કહ્યું છે કે તેમની પાસે 21મી સદીના ભારતનું અલગ વિઝન છે. તેમના ઉકેલો ભારતના ભવિષ્ય માટે નિર્ણાયક છે અને લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે.
સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફીનાલેમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવા સંશોધકો સાથે વાર્તાલાપ કરતાં પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે,આજે ભારત દરેકના પ્રયાસોથી જ ઝડપી ગતિએ આગળ વધી શકે છે.
પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો કેજ્યારે પણ તેમને યુવા સંશોધકો સાથે રહેવાની તક મળે છે ત્યારે તેઓ ઘણું જ્ઞાન અનેસમજ મેળવે છે.