પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ પ્રણવ બાબુને અનોખા વ્યક્તિ, ઉત્કૃષ્ટ રાજનેતા, અદભૂત વહીવટકર્તા અને શાણપણના ભંડાર સમાન ગણાવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના વિકાસમાં પ્રણવ મુખર્જીનું યોગદાન નોંધપાત્ર છે. શ્રી મોદીએ જણાવ્યું કે શાસનના બહોળા અનુભવ અને ભારતની સંસ્કૃતિ તેમજ નૈતિકતા વિશેની ઊંડી સમજને કારણે પ્રણવ મુખર્જીને તમામ ક્ષેત્રોમાં સર્વસંમતિ બનાવવાનાં આશીર્વાદ પ્રાપ્ત હતા.
ગૃહમંત્રી અમિત શાહે શ્રધ્ધાંજલિ આપતા જણાવ્યું કે પ્રણવ દાએ રાષ્ટ્રીય શાસનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
Site Admin | ડિસેમ્બર 11, 2024 3:02 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
