ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 11, 2024 9:10 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મહાન તમિલ કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંગ્રહનું વિમોચન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મહાન તમિલ કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંગ્રહનું વિમોચન કરશે. સુબ્રમણ્યમ ભારતીના લખાણોએ લોકોમાં દેશભક્તિ જગાડી, ભારતીય સંસ્કૃતિ અને દેશની આધ્યાત્મિક વારસાનો સાર લોકો સુધી પહોંચે એવી ભાષામાં લખ્યો હતો. તેમની સંપૂર્ણ કૃતિઓના 23 ગ્રંથોના સમૂહનું સંકલન અને સંપાદન સીની વિશ્વનાથન દ્વારા કરાયું છે અને એલાયન્સ પબ્લિશર્સ દ્વારા પ્રકાશિત કરાયું છે. તેમાં સુબ્રમણયમ ભારતીના લખાણોની આવૃત્તિઓ, સમજૂતીઓ, દસ્તાવેજો, પૃષ્ઠભૂમિની માહિતી અને દાર્શનિક પ્રસ્તુતિની વિગતો છે.