પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓમાં નાણાકીય સાક્ષરતા અને વીમા જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે હરિયાણાના પાણીપતમાં વીમા સખીયોજના શરૂ કરી. ભારતીય જીવન વીમા નિગમની આ પહેલ 18 થી 70 વર્ષની વય જૂથની મહિલાઓને સશક્ત બનાવશે. આ યોજના હેઠળ 10મી પાસ મહિલાઓને વિશેષ તાલીમ આપવામાં આવશે અને પ્રથમ ત્રણ વર્ષ માટે માસિકભથ્થું આપવામાં આવશે… પ્રધાનમંત્રીએ ભાવિ વીમા સખીઓને નિમણૂક પ્રમાણપત્રોનુંવિતરણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી મોદીએ કરનાલમાં મહારાણા પ્રતાપ બાગાયતયુનિવર્સિટીના મુખ્ય પરિસરનો શિલાન્યાસ પણ કર્યો હતો.495 એકરમાં ફેલાયેલા આ કેમ્પસ અને છ પ્રાદેશિક સંશોધન કેન્દ્રોની સ્થાપના રૂ. 700કરોડથી વધુના ખર્ચે કરવામાં આવશે. આ યુનિવર્સિટીમાં અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતકઅભ્યાસ માટે બાગાયત કોલેજ અને બાગાયતના દસ ક્ષેત્રોને લગતી પાંચ શાળાઓ હશે. તે પાકવૈવિધ્યકરણ અને બાગાયત તકનીકોના વિકાસ માટે વિશ્વ સ્તરીય સંશોધન માટે સેવા આપશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશે વીમા સખી યોજના શરૂ કરીને મહિલાસશક્તિકરણ તરફ એક પગલું ભર્યું છે.આ અવસરે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકારે વીમા સખી યોજના હેઠળત્રણ વર્ષમાં બે લાખથી વધુ મહિલાઓની ભરતી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે કહ્યુંકે આમાં ઉંમરનો કોઈ બાધ રહેશે નહીં અને 18 થી 70 વર્ષની મહિલાઓ તેનો લાભ લઈ શકશે. PM–PANIPAT-2નાણામંત્રીએ કહ્યું કે મહિલા કલ્યાણ અને સશક્તિકરણ સંબંધિત યોજનાઓ માટે 3 લાખત્રીસ હજાર કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા શરૂકરવામાં આવેલી આ યોજનાઓને કારણે હરિયાણામાં છોકરા-છોકરીનો રેશિયો સુધર્યો છે અનેએક હજાર છોકરાઓની સરખામણીમાં છોકરીઓની સંખ્યા વધીને નવસો થઈ ગઈ છે.ભાવિ વીમાસખીઓને નિમણૂક પ્રમાણપત્રોનું વિતરણ કર્યું હતું.
Site Admin | ડિસેમ્બર 9, 2024 7:51 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓમાં નાણાકીય સાક્ષરતા અને વીમા જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે હરિયાણાના પાણીપતમાં વીમા સખીયોજના શરૂ કરી
