પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ આત્મનિર્ભર બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે. આત્મનિર્ભર ભારત અભિયાન વૈશ્વિક છે અને તેની અસર પણ વૈશ્વિક છે. આમાટે સરકાર સર્વગ્રાહી અભિગમ સાથે આગળ વધી રહી છે. શ્રી મોદીએ આજે જયપુરમાંરાઈસિંગ રાજસ્થાન વૈશ્વિક રોકાણકાર પરિષદનું ઉદ્ઘાટન કર્યા બાદ આ વાત કહી હતી.શ્રી મોદીએ કહ્યું કે વિશ્વના રોકાણકારો અને નિષ્ણાતો ભારતને લઈને ખૂબ જ ઉત્સાહિતછે. રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્રનેઅનુસરીને ભારતે દરેક ક્ષેત્રમાં જે વિકાસ સાધ્યો છે તે દેખાઈ રહ્યો છે. તેમણેકહ્યું કે આઝાદીના સાત દાયકા પછી ભારત વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીગયું છે પરંતુ છેલ્લા એક દાયકામાં દેશે અસાધારણ વિકાસ કર્યો છે. તે વિશ્વની પાંચમીસૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે.પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં વિદેશી પ્રવાસીઓનીસંખ્યા સતત વધી રહી છે અને સ્થાનિક પ્રવાસનમાં પણ નવા વિક્રમ બની રહ્યા છે.વૈશ્વિક પુરવઠા અને મૂલ્ય શૃંખલાને લગતી સમસ્યાઓ અંગે તેમણે કહ્યું કે ભારતમાંવિશાળ ઉત્પાદન આધાર હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માત્ર દેશ માટે જ નહીં પરંતુવિશ્વ માટે પણ જરૂરી છે. તેમણે કહ્યું કે આ જવાબદારીને સમજીને ભારતે આત્મનિર્ભરબનવાનો સંકલ્પ લીધો છે.પ્રધાનમંત્રીએ કહ્યું કે સૂક્ષ્મ, લઘુ અનેમધ્યમ ઉદ્યોગો (MSME) દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાંમહત્વની ભૂમિકા ભજવે છે. સરકાર પોતાની નીતિઓ અને નિર્ણયો દ્વારા MSME ક્ષેત્રને સતત મજબૂત બનાવી રહી છે. તેમણે કહ્યું કે સરકારે MSMEની વ્યાખ્યા બદલી છે જેથી આ ક્ષેત્રને વિકાસની નવી તકો મળી શકે
Site Admin | ડિસેમ્બર 9, 2024 7:48 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ આત્મનિર્ભર બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે
