પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘રોકાણ કરવા માટે રાજસ્થાન શ્રેષ્ઠ જગ્યા છે. રાજ્યના વિકાસથી દેશના વિકાસ પર અમારું ધ્યાન કેન્દ્રીત છે. આજે વિશ્વનો દરેક નિકાસકાર, દરેક રોકાણકાર ભારતને લઈ ઉત્સુક છે. સુધારો, પ્રદર્શન અને પરિવર્તનના મંત્ર પર ચાલતા ભારતે જે વિકાસ કર્યો છે. તે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે.’ જયપુરમાં રાઈઝીંગ રાજસ્થાન વૈશ્વિક રોકાણ સંમેલનને સંબોધતાં શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું. શ્રી મોદીએ ઉમેર્યું, ‘આ સંમેલનથી પ્રવાસન ક્ષેત્રને લાભ થશે. ઊર્જા સુરક્ષામાં રાજસ્થાનનું મોટું યોગદાન હોવાનું પણ શ્રી મોદીએ જણાવ્યું હતું.
શ્રી મોદીએ કહ્યું, મેન્યુફેક્ચરિંગ એટલે કે, ઉત્પાદન વધારવામાં પીએલઆઈ યોજનાનું મહત્વનું યોગદાન છે. આ યોજનાથી નિકાસમાં ચાર લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ થઈ છે.’ શ્રી મોદીએ કહ્યું, ‘ગત 10 વર્ષમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. આ સમયગાળામાં ભારતના નિકાસ અને વિદેશી પ્રત્યક્ષ રોકાણ FDI બમણું થયું છે. ’
ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ સુધી ચાલનારા આ સંમેલનનો ઉદ્દેશ વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવાનો છે. સંમેલનમાં 32 દેશના પ્રતિનિધિ સામેલ થયા છે.
Site Admin | ડિસેમ્બર 9, 2024 2:22 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ રાજસ્થાન વૈશ્વિક રોકાણ સંમેલનમાં જણાવ્યું છે કે, રોકાણ કરવા માટે રાજસ્થાન શ્રેષ્ઠ સ્થળ છે
