ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 9, 2024 2:21 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે હરિયાણાના પાણીપતમાં બીમા સખી યોજનાનો પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે હરિયાણાના પાણીપતમાં બીમા સખી યોજનાનો પ્રારંભ કરાવશે. આ યોજનાનો ઉદ્દેશ મહિલાઓમાં નાણાકીય સાક્ષરતા અને વીમા જાગૃતિ વધારવાનો છે. ભારતની જીવન વીમા નિગમ- L.I.C.ની આ પહેલ ધોરણ-10 પાસ 18થી 70 વર્ષની વયની મહિલાઓને સશક્ત બનાવવા શરૂ કરવામાં આવી છે. તેમને વિશેષ તાલીમ અને પહેલા ત્રણ વર્ષ માટે ભથ્થાના નાણા પણ અપાશે. આ પ્રસંગે શ્રી મોદી સંભવિત બીમાસખીઓને નિયુક્તિ પ્રમાણપત્રનું પણ વિતરણ કરશે.
પ્રધાનમંત્રી મહારાણા પ્રતાપ બાગબાની વિશ્વ-વિદ્યાલય, કરનાલના મુખ્ય પરિસરનો શિલાન્યાસ પણ કરશે. 495 એકરમાં ફેલાયેલા મુખ્ય પરિસર અને છ પ્રાદેશિક સંશોધન કેન્દ્રના નિર્માણમાં 700 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરાશે. વિશ્વ-વિદ્યાલયમાં સ્નાતક અને અનુ-સ્નાતક અભ્યાસ માટે એક બાગવાની મહાવિદ્યાલય અને બાગવાની પર આધારિત 10 વિષયો ભણવા માટે પાંચ શાળા પણ હશે.