પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPS નો કાર્યકર સુવર્ણ મહોત્સવ આવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPS નો કાર્યકર સુવર્ણ મહોત્સવ આવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. આ પ્રસંગે BAPS સંસ્થાના વડા મહંત સ્વામી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આશરે 30 દેશોના BAPS ના કાર્યકરોની ઉપસ્થિતિમાં બે હજારથી વધુ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે.
BAPS ના સાધુ જ્ઞાનાનંદ સ્વામીએ જણાવ્યું છે કે, સંસ્થાના ભૂતપૂર્વ વડા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા વર્ષ 1972માં સ્થપાયેલી આ સંસ્થાના સુવર્ણ મહોત્સવનો ગત જાન્યુઆરીમાં સુરત ખાતે આરંભ થયો હતો. આ સુવર્ણ મહોત્સવનું સમાપન આવતીકાલે સાતમીએ અમદાવાદમાં થશે.
મહોત્સવમાં આમંત્રિતો માટે રિવરફ્રન્ટ અને સ્ટેડિયમના પ્રવેશદ્વારો પાસે વાહનોની પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. BAPS ના સ્વયં સેવકોએ કોવિડ-19 ઉપરાંત ધરતીકંપ, પુર જેવી કુદરતી આપત્તિઓમાં 25 ગામોનું પુનઃવર્સન અને 75 શાળાઓના નિર્માણમાં યોગદાન આપ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.