ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કુવૈતની વર્તમાન અધ્યક્ષતામાં અખાત સહકાર પરિષદ અને ભારત વચ્ચેનો સહયોગ વધશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કુવૈતની વર્તમાન અધ્યક્ષતામાં અખાત સહકાર પરિષદ-જીસીસી અને ભારત વચ્ચેનો સહયોગ વધુ વધશે. કુવૈતના વિદેશમંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યા ગઈકાલે દિલ્હીમાં પ્રધાનમંત્રીને મળ્યા હતા. પ્રધાનમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં બંને નેતાઓએ વેપાર, રોકાણ, ઊર્જા, ટેક્નોલોજી, સંસ્કૃતિ અને બંને દેશોના લોકો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાના પગલાં અંગે ચર્ચા કરી હતી. શ્રી મોદીએ કુવૈતમાં રહેતા 10 લાખ ભારતીયોની યોગ્ય કાળજી લેવા બદલ કુવૈત સરકારનો આભાર માન્યો હતો.બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ ચર્ચા કરી અને આ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાની પુનઃસ્થાપનાને સમર્થન આપ્યું.