ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી ફામ ચિન ચિહ્ન વચ્ચે દ્વીપક્ષીય બેઠક – બંને દેશો વચ્ચે વિવિધ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએવિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન ચિન્હ સાથે દિલ્હીમાં બેઠક કરી હતી. જે બાદ બંનેનેતાઓએ વિયેતનામના ન્હા તરાંગમાં ટેલિકોમ યુનિવર્સિટીનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન કર્યુંહતું. તે ભારત અને વિયેતનામ વચ્ચેની સંયુક્ત યોજના છે. ભારતે આ પ્રોજેક્ટ માટેપાંચ મિલિયન ડૉલરની સહાય આપી છે.વિયેતનામના પ્રધાનમંત્રીનીદિલ્હી મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે જકાત, કૌશલ્યવર્ધન, કૃષિ સંશોધન, શિક્ષણ, દરિયાઈ જીવ સૃષ્ટિ ઉપરાંત ઔષધિય છોડ તેમજ કાયદાકીય ક્ષેત્રને લઈને વિવિધસમજૂતિઓ પર હસ્તાક્ષર કરાયા હતા. આ ઉપરાંત પ્રસાર ભારતી અને વૉઇસ ઑફ વિયેતનામરેડિયો તેમજ ટેલિવિઝનમાં સહકાર અંગેની સમજૂતી ઉપર પણ હસ્તાક્ષર કરાયા.આ પ્રસંગે સંબોધન કરતાપ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારત અને વિયેતનામ વચ્ચેના સંબંધો છેલ્લા દસવર્ષોમાં વધુ મજબૂત બન્યા છે.પ્રધાનમંત્રી ચિહ્ન એ આજેરાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ અને ઉપ રાષ્ટ્રપતિજગદીપ ધનખડ સાથે પણ મુલાકાત કરી હતી.