ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 30, 2024 7:51 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદી આજે ભુવનેશ્વરમાં યોજાઇ રહેલી પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકની રાષ્ટ્રીય પરિષદમાં ઉપસ્થિત રહ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાઇ રહેલી પોલીસ મહાનિદેશકો અનેમહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓ આવતીકાલે પણ આપરિષદમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ માટેની આ પરિષદનુંગઈકાલે ઉદઘાટન કર્યું હતું.પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, શ્રીમોદીએ આ પ્રકારની પરિષદોમાં હંમેશા ખુલ્લી અને અનૌપચારિક ચર્ચાને પ્રોત્સાહનઆપ્યું છે. આ પરિષદમાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોભાલ, પ્રધાનમંત્રીનાઅગ્રસચિવ પી.કે. મિશ્રા સહિતના મહત્વના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યાં છે.રાષ્ટ્રીય કક્ષાની આ પરિષદમાં આતંકવાદ સામેની લડત, સાઇબરગુનાઓ, નવા ફોજદારી કાયદાઓ, ડાબેરી પાંખનો ઉગ્રવાદ સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચાવિચારણા કરાશે. એવી જ રીતે આ પરિષદમાં નોંધપાત્ર સેવા આપનાર પોલીસ અધિકારીઓ,જવાનોને રાષ્ટ્રપતિના પોલીસચંદ્રકો એનાયત કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ