ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 29, 2024 6:42 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે છે. પ્રધાનમંત્રી આજે સાંજે ભુવનેશ્વર પહોંચ્યા હતા. તેમણે બીજુ પટનાયક આંતરરાષ્ટ્રીય વિમાન મથક પાસે એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે, આજે કેન્દ્રની ભાજપ સરકાર ઓડિશા અને રાજ્યના ગૌરવને વધુ પ્રાધાન્ય આપી રહી છે. શ્રી મોદીએ કહ્યું કે, રાજ્યમાં ભાજપની સરકાર બનતાની સાથે જ માતાઓ અને બહેનો માટે સુભદ્રા યોજના જેવા ઘણાં મોટા પગલાઓ લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું, આ યોજના મહિલા સશક્તિકરણની ઓળખ બનશે.પ્રધાનમંત્રીએ એરપોર્ટથી રાજભવન સુધી રોડ શો પણ કર્યો હતો. પ્રધાનમંત્રી આવતીકાલે ભુવનેશ્વરમાં અખિલ ભારતીય ડાયરેક્ટ જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલિસની કોન્ફરન્સમાં ભાગ લેશે. 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.