પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે જશે. ભુવનેશ્વર ખાતે અખિલ ભારતીય મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોની પરિષદ સહિતના વિવિધ કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી હાજરી આપશે..
લોક સેવા ભવન ખાતે આજથી 3 દિવસીય સંમેલન શરૂ થશે. આ પરિષદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિત મહાનુભાવો પણ હાજરી આપશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ મહાનિર્દેશકો અને CRPF, RAW, NSG, ઈન્ટેલિજન્સ બ્યુરો અને SPGના વડાઓ પણ આ પરિષદમાં ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રીય સુરક્ષા પડકારો અને પોલીસ દળોની વિકસતી જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ પરિષદનનું આયોજન કરવામાં આવ્યું છે. એજન્ડામાં આંતરિક સુરક્ષા, સાયબર ક્રાઈમ, માઓવાદી ખતરા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડ્રોન જેવી ઉભરતી ટેક્નોલોજીઓ દ્વારા ઊભા થયેલા પડકારો પર આ પરિષદમાં ચર્ચા કરવામાં આવશે..
Site Admin | નવેમ્બર 29, 2024 10:03 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે જશે
