ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 27, 2024 7:44 પી એમ(PM) | પ્રધાનમંત્રી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુવાનોને ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુવાનોને ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી છે, જેથી તેઓ ઐતિહાસિક વિકિસિત ભારત યુવા નેતા સંવાદનો ભાગ બની શકે. વિકિસિત ભારત ચેલેન્જ એ ચાર તબક્કાની સ્પર્ધા છે, જેમાં યુવાનોને ભાગ લેવા અને વિચારોનું યોગદાન આપવા આમંત્રણ આપવામાં આવે છે. ચેલેન્જની શરૂઆત 25મી નવેમ્બરથી પાંચ ડિસેમ્બર સુધી ઓલ ઈન્ડિયા ડિજિટલ ક્વિઝ સ્પર્ધા સાથે થશે. આ સ્પર્ધા 15 થી 29 વર્ષની વયના તમામ વ્યક્તિઓ માટે ખુલ્લી છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે આ ક્વિઝ દ્વારા યુવાનો વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવામાં અવિશ્વસનીય યોગદાન આપશે.