એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિકાંત રુઈયાનું 81 વર્ષની વયે લાંબી બીમારીના કારણે ગઈકાલે અવસાન થયું. તેમણે ભારતની વ્યાપારી પૃષ્ઠભૂમિને પુનઃવ્યાખ્યાયિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે એસ્સાર જૂથનો પાયો નાખ્યો અને તેને વૈશ્વિક સમૂહ બનાવ્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિ શશિકાંત રુઈયાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું કે શશિકાંત રુઈયા ઉદ્યોગ જગતમાં એક વિશાળ વ્યક્તિ હતા અને તેમના દૂરંદેશી નેતૃત્વ અને શ્રેષ્ઠતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાએ દેશના વ્યાપારની પૃષ્ઠભૂમિને બદલી નાખ્યું છે.
Site Admin | નવેમ્બર 26, 2024 3:46 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિ શશિકાંત રુઈયાના નિધન પર શોક વ્યક્ત કર્યો
