પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે તેમના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે તેમના વિચારો રજૂ કરશે. મન કી બાતની આ રવિવારની 116મી કડી હશે.
આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઈટ અને Newsonair મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. તે એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પરપણ લાઈવ-સ્ટ્રીમ થશે. આકાશવાણી હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કીબાત કાર્યક્રમનું પ્રસારણ કરશે.