ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 20, 2024 7:38 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુયાનાની મુલાકાતે – જ્યોર્જટાઉનમાં શ્રી મોદીનું ઔપચારીક સ્વાગત કરાયું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે બે દિવસની મુલાકાતે ગુયાના પહોંચ્યા છે. જ્યોર્જટાઉનમાં શ્રી મોદીનું ઔપચારીક સ્વાગત કરાયું. તેમજ તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. પ્રધાનમંત્રી બીજા કેરિકૉમ-ભારત શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેશે. દરમિયાન શ્રી મોદી ગુયાનાના રાષ્ટ્રપ્રમુખ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી સાથે સંવાદ કરશે. 56 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની ગુયાનાનો આ પેહલો પ્રવાસ છે. આ વિશેષ સદભાવના તરીકે હવાઈમથક પર ગુયાનાના રાષ્ટ્રપ્રમુખ અને ગુયાનાના પ્રધાનમંત્રી સેવાનિવૃત્ત બ્રિગેડિયર માર્ક એન્થની ફિલિપ્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
હૉટેલ પહોંચતાં પ્રધાનમંત્રીના સ્વાગત દરમિયાન ગુયાનાના રાષ્ટ્રપ્રમુખ સાથે બારબાડૉસનાં પ્રધાનમંત્રી મિયા અમોર મોટલી અને ગ્રેનેડાના પ્રધાનમંત્રી ડિકૉન મિશેલે કર્યું હતું.
ઉપરાંત શ્રી મોદીએ ભવ્ય સ્વાગત કરવા બદલ ભારતીય સમુદાયનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ લખ્યું કે, એક મૂળ સાથે જોડાયેલા રહેવા માટે અંતર ક્યારેય અવરોધ ન હોઈ શકે. ભારતીય સમુદાય ગુયાનામાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની છાપ ઊભી કરી રહ્યો છે તે જાણીને આનંદ થયો.