ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 28, 2024 1:42 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત કાર્યક્રમ’માં ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા અનુરોધ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. મનકી બાતની 112મી કડીમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ઑલિમ્પિક આપણા ખેલાડીઓને વિશ્વ પટલ પર તિરંગો ફરકાવવાનો અવસર આપે છે. તેમણે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા સૌને અનુરોધ કર્યો હતો. શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય ગણિત ઑલિમ્પિયાડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ દેશના વિદ્યાર્થીઓની સરાહના કરી.

પ્રધાનમંત્રીએ આસામના ચરાઈદેઉ મૈદાનને યુનેસ્કો વૈશ્વિક ધરોહરમાં સામેલ થવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.