પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં દરભંગામાં 12 હજાર કરોડ રૂપિયાનાં ખર્ચની અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું. તેમણે દરભંગામાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ-AIIMSના શિલાન્યાસ પ્રસંગે જણાવ્યું કે, બિમારીથી બચવા પર સરકારનું ફોકસ છે. આ એઇમ્સની સ્થાપનાથી નેપાળનાં દર્દીઓ પણ સારવાર કરી શકશે.
12 અબજ 60 કરોડનાં ખર્ચે બનનાર એઇમ્સમાં સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને આયુષ બ્લોક, મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, રેન બસેરા જેવી સુવિધા હશે.
અમારા પ્રતિનિધી જણાવે છે કે, દરભંગા એઇમ્સનું નિર્માણ આગામી ત્રણ વર્ષમાં કરવામાં આવશે. તેનાથી મિથિલાંચલ વિસ્તારનાં લોકોની અપેક્ષાઓ પૂર્ણ થશે.
પ્રધાનમંત્રીએ 68 અબજ રૂપિયાનાં ખર્ચની રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજના અને રેલવે પરિયોજનાઓનું પણ ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો. તેમણે દેશનાં વિવિધ રેલવે સ્ટેશનો પર 18 ભારતીય જનઔષધિ કેન્દ્રોનું ઉદઘાટન કર્યું. શ્રી મોદીએ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રમાં 40 અબજ 20 કરોડ રૂપિયાનાં ખર્ચની વિવિધ પરિયોજનાઓનું ખાતમૂહુર્ત પણ કર્યું.
Site Admin | નવેમ્બર 13, 2024 2:13 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારનાં દરભંગામાં 12 હજાર કરોડ રૂપિયાનાં ખર્ચની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
