ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે નિતી આયોગનીસંચાલન પરિષદની નવમી બેઠક આવતીકાલે દિલ્હીમાં યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાઅધ્યક્ષપદે નિતી આયોગની સંચાલન પરિષદની નવમી બેઠક આવતીકાલે દિલ્હીના રાષ્ટ્રપતિભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં યોજાશે. આ બેઠકની વિષયવસ્તુ છે વર્ષ 2047 સુધીમાંભારતને વિકસિત દેશ બનાવવો. આ બેઠકમાં વિકસિત ભારતનાદ્રષ્ટિકોણ અંગેના દસ્તાવેજ પર ચર્ચાવિચારણા થશે. નિતીઆયોગના સૂત્રોના જણાવ્યામુજબ દેશના નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તામાં વધારો કરવા કેન્દ્ર અને રાજય સરકારોવચ્ચે સહકાર અને સુશાસનને કેન્દ્રમાં રાખવાની બાબત આ ચર્ચાના કેન્દ્રમાં રહેશે.એવી જ રીતે વિકસિત ભારતનું ધ્યેય હાંસલ કરવામાં રાજયોની ભૂમિકા અંગે બેઠકમાંચર્ચાવિચારણા કરાશે. આવતીકાલની આ બેઠકમાંપ્રધાનમંત્રી ઉપરાંત રાજયોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજયપાલો,નિતીઆયોગના ઉપાધ્યક્ષ અને આમંત્રિત પ્રતિનિધિઓ ભાગ લેશે.