નવેમ્બર 5, 2024 9:40 એ એમ (AM) | પ્રધાનમંત્રી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8થી 14 નવેમ્બર દરમિયાન મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8થી 14 નવેમ્બર દરમિયાન મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર કરશે. મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેના જણાવ્યા અનુસાર 8થી 14 નવેમ્બર દરમિયાન પ્રધાનમંત્રી રાજ્યમાં 11 જેટલી ચૂંટણી સભાઓને સંબોધન કરશે. જેમાં 8 નવેમ્બરના રોજ ધુલે અને નાસિકમાં, 9 નવેમ્બરના રોજ અકોલા અને નાંદેડમાં, ચંદ્રાપુર, ચિમુરા, સોલાપુર અને પુણેમાં 12 નવેમ્બરના રોજ તથા સાંભાજીનગર, નવી મુંબઈ અને મુંબઈમાં 14 નવેમ્બરના રોજ જાહેર સભાઓને સંબોધન કરશે.