આજે રાષ્ટ્રીય એકતા દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદી ઉપસ્થિત લોકોને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવવી ત્યારબાદ એકતા દિવસ પરેડ યોજાશે, જેમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ, NCC, રાષ્ટ્રીય સુરક્ષા દળ, સરહદ દળ અને કેન્દ્રીય અનામત પોલીસ દળ જોડાશે. ભારતીય વાયુ સેના સૂર્ય કિરણ ફ્લાયપાસ્ટ રજૂ કરશે. આ સમારોહમાં શાળાના બાળકોનો પણ કાર્યક્રમ યોજાશે.
ઉલ્લેખનીય છે કે, સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુખ્ય ભૂમિકા ભજવનારા દેશના પહેલા નાયબ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ છે. દર વર્ષે 31મી ઑક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાય છે. રાષ્ટ્રીય એકતાના પ્રતિબદ્ધતા અને અસાધારણ નેતૃત્વ માટે વિખ્યાત એવા સરદાર પટેલને ભારતના લોખંડી પુરુષ તરીકે પણ યાદ કરાય છે.
Site Admin | ઓક્ટોબર 31, 2024 9:39 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહમાં ઉપસ્થિત – સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી
