પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એકતા નગર ખાતે ૨૮૪ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે નવા આકર્ષણ કેન્દ્રોની સાથે પ્રવાસનના વિકાસને પ્રોત્સાહન આપતા વિવિધ પ્રકલ્પોની અનાવરણ કર્યું.
પ્રધાનમંત્રીએ જે વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું તેમાં બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર, 22 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી સબ ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત શ્રી મોદીએ એકતા નગર ખાતે 10 સ્માર્ટ બસ સ્ટોપ અને 10 પિક-અપ સ્ટેન્ડ સહિતની સેવાઓના પ્રથમ તબક્કા ઉપરાંત, ૨૩ કરોડ ૨૬ લાખ રૂપિયાના ખર્ચે ૪ મેગાવોટ ક્ષમતાના સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું.
પ્રધાનમંત્રી આવતીકાલે સવારે સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભ પટેલની 150મી જન્મ જંયતિ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરશે. અહીં તેઓ ઉપસ્થિતોને એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે, અને એકતા દિવસ પરેડના સાક્ષી બનશે. આ પરેડમાં 9 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની પોલીસ, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચિંગ બેન્ડની 16 ટુકડીઓ ભાગ લેશે.
Site Admin | ઓક્ટોબર 30, 2024 7:41 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડિયામાં એકતાનગર ખાતે ૨૮૪ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું
