ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 28, 2024 7:40 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે આજે ગુજરાતના વડોદરામાં સી-295 લશ્કરી વિમાનોના નિર્માણ માટે ટાટા એરક્રાફ્ટ કૉમ્પલેક્સનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે આજે ગુજરાતના વડોદરામાં સી-295 લશ્કરી વિમાનોના નિર્માણ માટે ટાટા એરક્રાફ્ટ કૉમ્પલેક્સનું ઉદ્ઘાટન કર્યું. તે ભારતમાં લશ્કરી વિમાનના વિનિર્માણ માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ અંતિમ અસેમ્બ્લી લાઇન છે.

આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ટાટા એરક્રાફ્ટ કૉમ્પલેક્સ વૈશ્વિક વિમાન નિર્માણમાં વિશ્વાસપાત્ર ભાગીદાર તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવે છે. તેમણે કહ્યું કે આ ફેક્ટરી માત્ર ભારત-સ્પેનના સંબંધોને જ સશક્ત નથી બનાવતી, પરંતુ ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેક ફૉર ધ વર્લ્ડ’ના મિશનને પણ બળ આપે છે.

સરંક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતની વધતી ક્ષમતાઓ વિશે વાત કરતા શ્રી મોદીએ જણાવ્યું કે એ દિવસો દૂર નથી જ્યારે ભારત વિશ્વ માટે પ્રવાસી વિમાનોનું ઉત્પાદન કરશે, અને ભારતના સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગોનો તેમાં મોટો ફાળો હશે.

પ્રધાનમંત્રીએ દેશના સંરક્ષણ ક્ષેત્રના અભૂતપૂર્વ વિકાસનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષોમાં દેશમાં લગભગ એક હજાર સંરક્ષણ સ્ટાર્ટઅપ સ્થાપવામાં આવ્યા છે. છેલ્લા દસ વર્ષ દરમિયાન દેશની સંરક્ષણ નિકાસમાં ત્રીસ ગણો વધારો થયો છે. ભારત હવે વિશ્વના 100થી વધુ દેશોમાં સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વડોદરામાં ઉભું કરાયેલ આ એરક્રાફ્ટ કૉમ્પલેક્સ દેશનાં યુવાનોને કૌશલ્ય તેમજ ટેક્નોલોજીની માહિતી આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે, સાથે જ તેના રોજગાર માટે હજારો તકો પણ ઉભી કરશે. ફૂડ, ફિલ્મ અને ફૂટબોલ દ્વારા ભારત અને સ્પેન વચ્ચે લોકોના મજબૂત સંબંધોને લઈને પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશોએ વર્ષ 2026ને સસ્કૃતિ, પર્યટન અને AIના વર્ષ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે.

કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે એક રોડ શૉ પણ કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ