ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 27, 2024 7:30 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ડિજિટલ એરેસ્ટનાં નામે થતી છેતરપિંડી અંગે ચિંતા વ્યક્ત કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ડિજિટલ એરેસ્ટનાં નામે થતી છેતરપિંડી અંગે ચિંતા વ્યક્ત કરી છે. આજે સવારે ‘મન કી બાત’ કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આ પ્રકારનાં ગુનાને ડામવા માટે તમામ તપાસ સંસ્થાઓ રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે. પ્રધાનમંત્રીએ મન કી બાતના શ્રોતાઓ માટે સાઇબર ગુનાનો ભોગ બનેલી વ્યક્તિ અને ગુનેગાર વચ્ચેના સંવાદને રજૂ કર્યો હતો. તેમણે લોકોને કોઇને પણ પોતાની વ્યક્તિગત નાણાકીય માહિતી ન આપવા સલાહ આપી હતી અને રાષ્ટ્રીય સાઇબર હેલ્પલાઇન 1930 ડાયલ કરવા અથવા તો cybercrime.gov.in પર
આવી ઘટનાની જાણ કરવા સલાહ આપી હતી.

આવતીકાલે વિશ્વ એનિમેશન દિવસ છે, ત્યારે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, વૈશ્વિક એનિમેશનમાં ભારત નવી ક્રાંતિની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે લોકોને ભારતને વૈશ્વિક એનિમેશન પાવર હાઉસ બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરવા જણાવ્યું હતું.તેમણે ખુશી વ્યક્ત કરી કે છોટા ભીમ, ઢોલકપુર કા ઢોલ અને ક્રિશ્ના, હનુમાન તથા મોટુ-
પતલુ જેવી એનિમેટેડ શ્રેણીઓ વિશ્વભરમાં વખણાઇ છે.

આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ ગણાવતા ખુશી વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ ઝૂંબેશ રાષ્ટ્રની સામૂહિક ચેતનાનો હિસ્સો બની ગઈ છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આત્મનિર્ભર બન્યા બાદ ભારત 85 દેશોમાં સંરક્ષણ ઉપકરણોની નિકાસ કરી રહ્યું છે. મન કી બાતમાં શ્રી મોદીએ બહાદુર અને દીર્ઘદ્રષ્ટા એવા બે નાયકો- સરદાર પટેલ અને ભગવાન બિરસા મુંડાનો ઉલ્લેખ કર્યો. તેમણે જાહેરાત કરી કે 31 ઓક્ટોબરથી સરદાર પટેલની, જ્યારે 15 નવેમ્બરથી ભગવાન બિરસા મુંડાની પણ 150મી જન્મજયંતીની ઉજવણી શરૂ થશે.

શ્રી મોદીએ લોકોને લોખંડી પુરુષ સરદાર પટેલ અને ધરતી-આબા બિરસા મુંડા અંગે પોતાનાં વિચારો સામાજિક માધ્યમમાં રજૂ કરવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ આજનાં મન કી બાત કાર્યક્રમમાં સુલેખનનાં વિષયનો પણ ઉલ્લેખ કર્યો હતો,. તેમણે જણાવ્યું કે, આજકાલ જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા સુલેખનનો ઉપયોગ થઈ રહ્યો છે. શ્રી મોદીએ ફિટ ઇન્ડિયા વિષયનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે લોકોને હેશટેગ ફિટ ઇન્ડિયાનો ઉપયોગ કરીને સામાજિક માધ્યમોમાં પોતાનાં રોજીંદા ફિટનેસની વિગતો રજૂ કરવા જણાવ્યું હતું. 31 ઓક્ટોબરે રન ફોર યુનિટી અંગે તેમણે આ
મુજબ જણાવ્યુઃપ્રધાનમંત્રીએ મન કી બાતના શ્રોતાઓને આગામી તહેવારો-ધનતેરસ, દિવાળી, છઠ પુજા અને ગુરુ નાનક જયંતીની શુભેચ્છા પાઠવી હતી.