પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 28મી ઓક્ટોબરે રાજ્યની મુલાકાત લેશે, જ્યાં તેઓ અનેક પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. મુલાકાત દરમિયાન, શ્રી. મોદી, સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ સાથે TATA એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કેમ્પસમાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે TATA એરક્રાફ્ટ સંકુલનું ઉદઘાટન કરશે. આ સુવિધા ભારતમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ અંતિમ એસેમ્બલી લાઇન હશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમરેલી ખાતે ભારત માતા સરોવરનું ઉદઘાટન કરશે અને આશરે 4 હજાર 900 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટ્સથી રાજ્યના અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના નાગરિકોને લાભ થશે. કનેક્ટિવિટી સુધારવા માટે, પ્રધાનમંત્રી બે હજાર 800 કરોડ રૂપિયાથી વધુની કિંમતના વિવિધ રોડ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ લગભગ એક હજાર 100 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયેલા ભુજ-નલિયા રેલ ગેજકન્વર્ઝન પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.
શ્રી મોદી અમરેલી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના 700 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન પણ કરશે.
પ્રોજેક્ટ્સમાં નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇનનો સમાવેશ થાય છે, જે 36 શહેરો અને 1 હજાર 298 ગામડાઓમાં અંદાજે 67 લાખ લાભાર્થીઓને વધારાનું 28 કરોડ લિટર પાણી . પ્રધાનમંત્રી પ્રવાસન સંબંધિત વિકાસ પહેલનો શિલાન્યાસ પણ કરશે, જેમાં પોરબંદર જિલ્લાના મોકરસાગર ખાતેના કારલી રિચાર્જ જળાશયને વિશ્વ-કક્ષાના ટકાઉ પર્યાવરણીય પ્રવાસન સ્થળમાં રૂપાંતરિત કરવાનો સમાવેશ થાય છે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 7:47 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 28મી ઓક્ટોબરે ગુજરાત રાજ્યની મુલાકાત લેશે, જ્યાં તેઓ અનેક પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે
