ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 25, 2024 9:25 એ એમ (AM) | પ્રધાનમંત્રી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ આજે નવી દિલ્હીમાં સાતમી આંતર સરકારી પરામર્શ- IGC બેઠકની સહ અધ્યક્ષતા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ આજે નવી દિલ્હીમાં સાતમી આંતર સરકારી પરામર્શ- IGC બેઠકની સહ અધ્યક્ષતા કરશે. ચાન્સેલર સ્કોલ્ઝ ગઈ કાલે રાત્રે ભારતની ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી આવ્યા હતા. IGC એ સરકારી માળખું છે, જેમાં બંને દેશોનાં મંત્રીઓ પોતપોતાની જવાબદારીનાં ક્ષેત્રોમાં ચર્ચા કરે છે અને પ્રધાનમંત્રી તથા ચાન્સેલરને તેનાં પરિણામનો અહેવાલ આપે છે.
બંને નેતાઓ સલામતી, સંરક્ષણ સહકાર, આર્થિક સહકાર, હરિત અને સાતત્યપૂર્ણ વિકાસ ભાગીદારી અને ઊભરતી તથા વ્યૂહાત્મક ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં જોડાણ પર પણ ચર્ચા કરશે. તેઓ એશિયા પેસિફિક કોન્ફરન્સ ઓફ જર્મન બિઝનેસને પણ સંબોધશે.